ધંધુકા વલ્લભાચાર્ય સોસાયટી ની મહીલા પ્રાથમિક સુવિધા ને લઈ ને નગરપાલીકા કચેરી પહોચી.

ધંધુકા

ધંધુકા વલ્લભાચાર્યસોસાયટી ની મહીલાઓ સોસાચટી ની પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો ને લઈને ધંધુકા નગરપાલીકા કચેરી ખાતે પહોચી હતી. ધંધુકા ની સૌથી પોશ અને સૌથી વધુ વેરો આપતી સોસાયટી ને કોઈપણ જાત ની સુવિધા નગરપાલીકા આપી નથી રહી તેવુ સોસાયટી ના લોકો કહી રહ્યા છે

ધંધુકા ના કોલેજ રોડ પર વલ્લભાચાર્ય સોસાયટી ના રહીશો પાણી અને ગંદકી ના પ્રશ્નો ને લઈ નરક જેવુ જીવન જીવી રહ્યા છે હાલ આ સોસાયટી સૌથી વધુ ટેક્ષ ભરતી સોસાયટીમાંથી આવે છે ત્યારે સૌથી ઓછી સુવિધા ત્યાના રહીશો ને મળી રહી છે સોસાયટી માં ગંદા પાણી નો પ્રશ્ન તેમજ સફાઈ નો ખુબજ લાંબા સલમયથી ચાલ્યો આવે છે તેવામાં આ સોસાયટી ના લોકો ને પાણીજન્ય રોગો અને મચ્છર જન્ય રોગો થવા ની ભીતી સેવાઈ રહી છે તો હાલ ચાંદીપુરા વાયરસ નો ભય પણ ક્યાક ને ક્યાંક આ સોસાયટી ના લોકો ને સતાવી રહ્યો છે.તો નગરપાલીકા દ્રારા ક્યારે પણ સોસાયટી માં દવા નો છંટકાવ તેમજ સફાઈ કરવામાં આવતી નથી તો પાણીની લાઈન પણ વારંવાર ટુટી જવા થી અહીના રહીશો ને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. તેવામાં વલ્લભાચાર્ય સોસાયટી ની મહીલોઓ એ ધંધુકા ની નગરપાલીકા ખાતે રજુવાત કરવા જવા ની ફરજ પડી હતી પરંતુ ચીફ ઓફીસર હાજર ન મળતા તેઓને નીરાશા સાથે પાછુ વળવુ પડ્યુ હતુ

હાલ જ્યારે નગરપાલીકા માં વહીવટદાર થી સાસન ચાલી રહ્યુ છે ત્યારે ધંધુકા રણી-ધણી વગર નુ હોઈ એવુ લાગી રહ્યુ છે ધધુકા ની જનતા હાલ ચુટણી ની કાગડોળે રાહ જોઈ રહી છે તેવામાં જુના નગરસેવક ને રજુવાત કરવામા આવી ત્યારે જુના નગરસેવક હવે સત્તામાં નથી એમ કહી ને છટકી રહ્યા છે

ધંધુકા ના કોલેજરોડ ને વર્ષમાં ત્રણ ત્રણ વાર બનાવવામાં આવ્યો છે ત્યારે તે રોડ પર આવેલી સોસાયટીઓમાં કેમ સુવિધા આપવામાં આવતી નથી તેવુ કોલેજરોડ પર ની સોસાયટી ના લોકો ના મુખે ચર્ચા નો વિષય બન્યો છે.

અહેવાલ :- કૃણાલ સોમાણી (ધંધુકા)