ધંધૂકા માં રેલવે વિભાગ નું બુલ્ડોઝર ફર્યું ૨૦૦ જેટલા લોકો ઘર અને ધંધા વિહોણા

ધંધુકા

ધંધુકા રેલવે ની હદમાં આવતા દબાણો રેલવે તંત્ર દ્વારા દૂર કરવાની પ્રક્રિયા રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી . જેમાં રેલવે તંત્ર નો મસમોટો કાફલો બુલ્ડોઝર મશીનો સાથે જોડાયો હતો. જેમાં ૬૫ ઉપરાંત ઝુંપડા અને ૨૫ ઉપરાંત નાના મોટા લારી ગલ્લા અને દુકાનો હટાવવાની કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી

ધંધુકા શહેર ના રાણપુર રોડ અને અમદાવાદ હાઇવે પર આવતી રેલવે ની હદ માં જે દબાણો હતા તેને હટાવવા ની મોટી ઝુંબેશ ગત સાંજ થી જ રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુક લોકો દ્વારા પોતાના દબાણો સ્વયંભૂ રીતે હટાવી દેવામાં આવ્યા હતા તો બાકી ના દબાણો રેલવે વિભાગ દ્વારા હટાવવામાં આવ્યાં હતાં આ દબાણ ઝુંબેશ માં રેલવે પોલીસ, મહિલા પોલીસ સાથે મસ મોટો કાફલો દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયો હતો. રાણપુર રોડ પર ફાટક નજીક તથા પાણી પુરવઠા કચેરી ની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીના દબાણો હટાવાયા હતા. ફાટક પાસે ના લારી ગલ્લા, ગેરેજ કાચી દુકાનો ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો પાણી પુરવઠા કચેરી નજીક આવેલ ઝૂંપડપટ્ટી ના ૬૫ ઉપરાંત ઝૂંપડાઓ પણ દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદ હાઇવે પર આવેલા લારી ગલ્લા પણ હટાવી દેવામાં આવ્યા હતા. રેલવે તંત્ર દ્વારા રેલવે ની હદ માં કરાયેલા ૨૫ ઉપરાંત ધંધાદારી દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. રેલવે વિભાગ ની કરાયેલી દબાણ હટાવવાની ઝુંબેશ થી ખળભળાટ મચી જવા પામ્યો હતો તો લોકો હાલ ઘર વિહોણા બન્યા છે તો હવે આ લોકો ક્યાં જશે હાલ એ એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

મમ્મી હવે આપણે ક્યાં જઈશું….?

આ દબાણ ઝુંબેશ થી વર્ષો થી અહીંયા રહેતા લોકો ઘરબાર વગરના બન્યા છે ત્યારે જૂપડપટ્ટી માં રહેતા બાળકો હવે ક્યાં જઈશું જેવા પ્રશ્નો પોતાનાં માં બાપ ને કરી રહ્યા છે.

ધંધૂકા માં રેનબસેરા જેવી કોઈ સગવડ તંત્ર પાસે નથી

ધંધૂકા માં હાલ તંત્ર પાસે ગરીબો માટે રેન બસેરા જેવી ની કોઈ રહેવાની સગવડતા ના હોવાથી આ ૨૦૦ લોકો માથે થી છત છીનવાઈ ગઈ છે. હવે આ ગરીબ લોકો ક્યાં જશે એ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે.

અહેવાલ :- કૃણાલ સોમાણી (ધંધુકા)