ધણી વગરનું ગામ, 10 વર્ષ થી વધુ સમયથી ગીર ગઢડા તાલુકા જાહેર થયો છતાં ગામડાથી પણ વધુ ખરાબ હાલતમાં ગીર ગઢડા ગામ..

ગીર બોર્ડરની નજીક આવેલું આ ગીર ગઢડા ગામ તાલુકો જાહેર થયાના 10 વર્ષ પૂરા થયા પછી પણ પ્રાથમિક સુવિધાઓથી છે વંચિત.

ગીર ગઢડા ગામની વસ્તી આશરે 17 હજાર 500 જેટલી છે. છેલ્લા ત્રણ વર્ષથી અહી ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ નથી જેથી ધણી વગરના ગામના અનેક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે, વહીવટદારને ગીર ગઢડા ગામ સિવાય અન્ય ગામની જવાબદારી હોવાથી ગીર ગઢડા ગ્રામ પંચાયતના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ આવતું નથી. તેમજ તલાટી કમ મંત્રી ને પણ અન્ય ગામોની જવાબદારી હોવાથી અહી સમયસર હાજર મળી આવતા નથી.અરજદારોને જન્મ,મરણ,રહીશના દાખલ કઢાવવા માટે અને અન્ય ગ્રામ પંચાયતના કામ માટે રોજ ધક્કા ખાવા પડે છે.વસ્તી પ્રમાણે ગામમાં પીવાના પાણીની સુવિધા નથી. ગટરના પાણી રોડ ઉપર વહી રહ્યા છે તેમજ ખુલ્લી ગટર સાફ કરવામાં આવતી નથી. સ્ટ્રીટ લાઈટો અમુક વિસ્તારમાં છે નહિ અને જે છે એ ચાલતી નથી. શેરીઓમાં મુખ્ય રોડ બહુ ખરાબ હાલતમાં છે અને અમુક વિસ્તારમાં આરસીસી રોડ બન્યા જ નથી.. આમ ગીર ગઢડા તાલુકો બન્યા બાદ પણ ગ્રામજનોને અનેક પ્રાથમિક સુવિધાઓ મળી નથી. ગ્રામજનો આ અંગે કોઈને ફરિયાદ કરે પણ યોગ્ય નિરાકરણ આવતું નથી..

ગીર ગઢડા ગામ તાલુકો બન્યો તેમ છતાં અહી પીવાનું પાણી ચોથા દિવસે આવે છે

જેથી લોકોને પાણીના ટાંકા માંથી પાણી ભરવાની ફરજ પડે છે.. વળી આ ટાંકાની આજુબાજુ પણ ગંદકી જોવા મળે છે.. ગામમાં નવો સંપ તો બન્યો પણ કૂવામાં પાણીના તળ ઊંડા જતાં રહ્યા હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.અહી તાલુકાનું બસ સ્ટેન્ડ તો બન્યું પણ સુરત જેવા શહેરમાં જવા માટે અહીથી બસ નથી મળતી.. જ્યારે રોજ ખાનગી બસ 4 થી 5 જાય છે. અહી તંત્ર એ સરકારી હોસ્પિટલ મોટી બનાવી છે પણ ડોકટરોમાં માત્ર 3 MBBS ડોકટર છે જેમાંથી 1 ડોકટર ક્યારેક જ આવે છે. હોસ્પિટલ માં ગાયનેક , એમડી અને અન્ય ડોક્ટરોની કાયમી ઘટ છે. પ્રસુતિને લાગતાં કામ માટે મહિલાઓએ 18 કિમી બાજુમાં આવેલ ઉના તાલુકા સુધી લંબાવું પડે છે.જ્યારે અહી ફાયર સેફ્ટી ને લઈને પણ કોઈ વ્યવસ્થા નથી.. જેથી ગીર ગઢડા તાલુકા માં કે આજુબાજુમાં કોઈ આગ લાગવાની ઘટના બને તો ઉના તાલુકાથી ફાયર ફાઇટર મંગાવવા પડે છે.. આમ આ ગીર ગઢડા તાલુકો તો છે પણ ગીર જંગલ ની બોર્ડર થી 4 કિમી દૂર હોવાના લીધે આ ગામનો ઔધોગિક વિકાસથી શકતો નથી..ગીર ગઢડા ગ્રામ પંચાયત ગંદકી થી ભરેલું છે. અહી ગ્રામ પંચાયતમાં જ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા નથી. જેથી અહી પંચાયતના પટાંગણની દીવાલો ઉપર શૌચ કરીને ગંદકી ફેલાવે છે.આ 10 -10 જેટલા વર્ષો વીતી ગયા બાદ પણ આ ગીર ગઢડા ગામના લોકો ને પાણી,ગટર અને રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટો જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે ? તાલુકાનો દરજ્જો મળ્યો પણ તાલુકા લેવલની સગવડતા ક્યારે મળશે..?

અહેવાલ: હુસેન ભાદરકા (ગીર ગઢડા)