વલસાડ જિલ્લાના ધરમપુરના બાળકોને રમતગમત પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ધરમપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે જુનિયર બેડમિંટન સ્પર્ધાનું સફળ આયોજન ધરમપુર બેડમિંટન એસોસિએશન (DBA) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન DBA પ્રમુખ ગૌરવદેવ સિસોદિયા, ઉપ પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ, મંત્રી ચિરાગભાઈ પટેલ તથા DBAના અન્ય સભ્યો દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું. ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ ચિફ ઓફિસર વિજયભાઈ ઈટાલિયા તથા ધરમપુર જીમખાના અધ્યક્ષ હરેન્દ્રસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. તમામ બાળ ખેલાડીઓને ભાગ લેવા પ્રમાણપત્રો આપી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ સ્પર્ધા માં બોયસ અંડર ૧૯ કેટેગરીમાં તીર્થ તુષારભાઈ પટેલ વિજેતા તથા ક્રીષાંગ કાપડીયા રનર્સ અપ બન્યા હતા. બોયસ અંડર ૧૫ કેટેગરીમાં દેવરાજ વિરેન્દ્ર ગુપ્તા વિજેતા તથા નૈતિક દીપકભાઈ રાજાણી રનર્સ અપ બન્યા હતા. ગર્લ્સ અંડર ૧૫ કેટેગરીમાં સીયા અજયસિંહ દોડીયા વિજેતા તથા માહી રાજેશ લાડ રનર્સ અપ બન્યા હતા.
ધરમપુર ખાતે યોજાયેલ બેડમિંટન સ્પર્ધા બાળકો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ધરમપુરમાં રમતગમતનાં કાર્યોને વિકસાવવાના DBA અને ધરમપુર જીમખાનાના સંયુક્ત પ્રયાસોને લોકોએ બિરદાવી હતી, ટુર્નામેન્ટની સફળતા પ્રતિ બેડમિંટન પ્રેમીઓએ હર્ષ વ્યકત કર્યો હતો અને આ પ્રકારની રમતોના સતત આયોજનો થાય તે માટેની અપેક્ષા વ્યક્ત કરી છે
અહેવાલ :- અંકેશ યાદવ, વલસાડ