ધરમપુરમાં સ્ટેટ હોસ્પિટલ ખાતેથી મોબાઇલ ચોરીનો આરોપી ઝડપાયો, ઘરમાંથી ૩૦ મોબાઇલ મળ્યા

ધરમપુર, સુરત:

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાઓના સૂચન અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એકે વર્માના માર્ગદર્શન હેઠળ ધરમપુરમાં સ્ટેટ હોસ્પિટલ તથા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી ચાલતી મોબાઇલ ચોરીની ઘટના ઉકેલાઈ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયા અને સબ ઇન્સપેક્ટર આર.કે. પ્રજાપતિની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવીને આરપોરીની શોધખોળ કરવામાં આવી. એસ.આઇ. ફુલદિપસિંહ કનુભા અને અનાર્મ લોકરક્ષક રાજુભાઈ ગમનભાઇની ટીમે કલાઈશ રોડ નજીક માર્ગચેકિંગ દરમિયાન શંકાસ્પદ પલ્સર સાથે આવેલ એક ઇસમને રોકી ચેકિંગ કરી ૩ મોબાઇલ ફોન મળ્યા.

આ તપાસ દરમ્યાન જાણ થતા કે આ આરોપી છેલ્લા છ મહિનાથી રાત્રે હોસ્પિટલોમાં જઈને મોબાઇલ ચોરી કરતો હોવાનું સામે આવ્યું. આરોપી રમણ કાશીનાથ જોગારીયા (રહે. શિગીર માળ, તાલુકા ધરમપુર)ની ઘરની નાકાબંધી કરી તપાસ કરતા કુલ ૩૦ મોબાઇલ મળી આવ્યા, જેણે રૂ. ૨,૨૭,૪૦૦/- ની કિંમત ધરાવે છે. તેની સાથે મળેલ અન્ય માલસામાનની કિંમત રૂ. ૩૦,૦૦૦/- છે.

આ મામલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ઝડપી અને અસરકારક કામગીરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે.