ધરમપુર:
ધરમપુર નગરપાલિકાએ 2024-25ના આર્થિક વર્ષમાં 93.10% વેરા વસૂલાત કરીને નગરપાલિકાનું નામ રોશન કર્યું છે. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સાથે સંકલનમાં રહી, ડોર-ટુ-ડોર વેરા વસૂલાત માટે 10 ટીમો બનાવી અને શહેરથી બહાર રહેતા મિલકતધારકો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા વસૂલાત કરવામાં આવી.
વારિગૃહ શાખા, ફાયર શાખા અને આરોગ્ય શાખાની ટીમની સરાહનીય કામગીરીને ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દ્વારા બિરદાવવામાં આવી.
ધરમપુર નગરપાલિકાએ કુલ 1 કરોડ 90 લાખ રૂપિયાની વેરા વસૂલાત કરી, જેમાં મિલકત નામફેર, આકરાણી પત્રક ફી સહિતની વિવિધ આવકમાંથી 50 લાખ રૂપિયાની વધારાની આવક નોંધાઈ.
આ સિદ્ધિ માટે ધરમપુર નગરપાલિકા દ્વારા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો અને 93.10% વસૂલાત સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
અહેવાલ : સુરેશ પરેરા, ધરમપુર