ધારી (અમરેલી):
ધારીના પ્રેમપરા ખાતે આવેલ પવિત્ર અલખધામ આશ્રમમાં શ્રી રામદેવ ભક્તિ માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે શ્રદ્ધાળુઓ સાથે અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રી રામદેવભક્તિ કથાનું શ્રવણ કરીને ધર્મલાભ મેળવ્યો હતો.
આ કથામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મૃગેશભાઈ કોટડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાખર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ હિરપરા, તેમજ અન્ય અનેક મહત્વપૂર્ણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનોમાં વધુમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઇ ભુવા, પૂર્વ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વાળા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર શ્રી ખોડાભાઈ ભુવા, પૂર્વે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ જોશી, ધારી માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન શ્રી હર્ષદભાઈ રાવળ, તેમજ ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ પાઘડાળ, શ્રી પરેશભાઈ પટ્ટણી, શ્રી પ્રવીણભાઈ દાફડા, શ્રી ડી. કે. પટોળિયા સહિતના અગ્રણીઓનું પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
આ આધ્યાત્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ અગ્રણીઓએ કથાના પાવન પ્રવચનોથી આનંદ અને આત્મશાંતિનો અનુભવ કર્યો હતો અને આશ્રમના સાધુસંતોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અહેવાલ : સંજય વાળા, ધારી (અમરેલી)