જુનાગઢ શહેરની અગ્રગણ્ય સહકારી સંસ્થા ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડની ૫૫મી વાર્ષિક સાધારણ સભા તા. 28 જૂન 2025, શનિવારે પ્રેસિડેન્ટ હોલ, રેલવે સ્ટેશન રોડ ખાતે યોજાઈ હતી.
આ મહત્ત્વની સભામાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બેન્કની સતત વિકાસમાર્ગે અગ્રેસર યાત્રાની પ્રશંસા કરતા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સભામાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવનારમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, સહકારી આગેવાન જેઠાભાઈ પાનેરા, લોકસાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, તેમજ બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચા અને ચેરમેન સાગરભાઈ કોટેચા પણ સામેલ રહ્યા હતા.
બેન્કના CEO રાજેશભાઈ મારડિયા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન થયેલી પ્રગતિ અને ભવિષ્યના લક્ષ્યો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી. પથદર્શક ડોલરભાઈએ બેન્કના આર્થિક તેમજ સામાજિક જવાબદારી વિશે જણાવતાં સભાસદોને ભેટ આપવાની પણ જાહેરાત કરી.
આ બેઠકમાં માંકડ આશિષભાઈ, વા. ચેરમેન સુજલભાઈ દોશી સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યોએ ઉપસ્થિતિ નોંધાવી. બેઠકના અંતે યોગીભાઈ પઢિયાર દ્વારા આભારવિધી કરવામાં આવી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ