
માળીયા હાટી: ધોરણ 10ના પરિણામ જાહેર થતાં જ માળીયા હાટીના પરીક્ષા કેન્દ્રમાં વિજ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો. ગામની અનેક શાળાઓએ શૈક્ષણિક દ્રષ્ટિએ સુંદર પરિણામો આપી શિષણક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી.
ગામના વિવિધ સ્કૂલોમાં સફળતા ઉજવવા માટે ક્યાંક મો મીઠા વહેંચાયા તો ક્યાંક ફટાકડા ફોડાયા, જ્યારે કેટલીક શાળાઓમાં બહેનો રાસ રમીને પરિણામોત્સવની અનોખી ઉજવણી કરી.
અવાણીયા પાવન વિદ્યાલય: પૃષ્ટી કાસુંદ્રાની પ્રેરણાદાયક સિદ્ધઅવાણીયા પાવન વિદ્યાલયની વિદ્યાર્થીઓ પૃષ્ટી કાસુંદ્રાએ 99.98 PR મેળવી સમગ્ર જિલ્લામા પ્રથમ તેમજ રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. પૃષ્ટીની આ સિદ્ધિએ માત્ર શાળાનું જ નહીં પણ સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે.
માળીયા હાટી ગર્લ્સ સ્કૂલ: ઉર્વશી જોશી બની ગર્વનું કારણ
ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીઓ ઉર્વશી જોશીએ 99.69 PR સાથે શાળામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને તેણે ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવીને પોતાની કુશળતા દર્શાવી છે. શાળાનું કુલ પરિણામ 85% રહ્યું છે.
સરકારી હાઈસ્કૂલ: સૌંદરવા સહમનો ઉદાહરણરૂપ ઉદ્યમ
સરકારી હાઈસ્કૂલના સૌંદરવા સહમે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતો આ વિદ્યાર્થી પિતાની મહેનત અને પોતાના સંઘર્ષના બળે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચ્યો છે. પરિવારજનો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક બની.
ગિરનાર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ: આશી કનેરીયાની સતત મહેનતને સફર
આશી કનેરીયાએ 97.76 PR સાથે શાળાનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના અનુશાસન અને સતત પ્રયત્નોનું પરિણામ છે કે આજે સમગ્ર શિક્ષકવર્ગ તેના પર ગર્વ અનુભવે છે.
– રિપોર્ટર: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટી