ધોરાજી: ધોરાજી જૂનાગઢ રોડ ઉપર ફાટક નજીક ઓવર બ્રિજના ચાલી રહેલા નિર્માણના કામ દરમિયાન આજે મોટી દુર્ઘટના સર્જાઇ તેવુ લાગ્યું, પણ સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી. ઓવર બ્રિજની કામગીરી માટે બનાવવામાં આવેલા લગભગ 9 ફૂટ ઊંડા ખાડામાં એક યુવક અચાનક પડી ગયો હતો, જેને જોઈને આસપાસના લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ યુવક નશાની હાલતમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને નશાની સ્થિતિમાં સંતુલન ગુમાવતા ખાડામાં ધસી પડ્યો હતો. ઘટનાને ધ્યાનમાં રાખીને કામ કરતા શ્રમિકોએ તરત જ રાહત કામગીરી હાથ ધરી હતી અને યુવકને હેમખેમ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ચમકાવનારી ઘટના છતાં પણ યુવકને કોઈ ગંભીર ઈજા થઇ નથી, જેને લઈ રાહતની લાગણી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ કાર્યસ્થળની સુરક્ષા બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે અને આવા ખુલ્લા ખાડાઓને યોગ્ય રીતે ઘેરી દેવાની માગ ઉઠી રહી છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.
આ ઘટના એક ચેતવણીરૂપ છે કે સરકારી કે ખાનગી વિકાસ કાર્યો દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.
અહેવાલ : વિમલ સોંદરવા.