ધોરાજી, તા. 13 એપ્રિલ – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. બહારપૂરા વિસ્તારમાં રહેતો આશરે 14 વર્ષનો એક યુવક પોતાના મિત્રો સાથે ભાદર નદી પર ફરવા ગયો હતો, ત્યારે દુર્ઘટનાવશ તેના પગ લપસી જતા તે સીધો નદીમાં પડ્યો હતો.
સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, યુવક પોતાની મોજમસ્તીમાં નદીના કિનારે બેઠો હતો અને અચાનક પગ લપસી જતાં તે પાણીમાં પડી ગયો, અને થોડા જ પળોમાં પાણીમાં ડૂબી ગયો. હાજર મિત્રોએ તાત્કાલિક ચીસોચાંપ કરી લોકોએ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ તત્કાલ પગલાં પછી પણ યુવકને બચાવી શકાયો ન હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી. યુવકના મૃતદેહને બહાર કાઢીને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
યુવકના દુર્ઘટનાગ્રસ્ત અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો પર આકસ્મિક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર સોસાયટીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ: [વિમલ સોંદરવા, ધોરાજી]