રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે વરસાદી માહોલ અને ભારે પવન વચ્ચે એક અનિચ્છનીય ઘટના બની. ધોરાજીના જમનાવડ રોડ પર રેલવે ફાટક નજીક આવેલું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિકમાં ભારે ખલેલ સર્જાઈ.
ઘટના સમયે રસ્તા પર વાહનોની અવરજવર ચાલી રહી હતી, અને વૃક્ષ ધરાશાઈ જતાં અચાનક ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
સૂચના મળતાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લગભગ દોઢ કલાકની જહેમત બાદ વૃક્ષને સાઈડમાં ખસેડવામાં આવ્યું. ત્યારબાદ ટ્રાફિક ધીમીગતિએ ફરી પ્રવાહમાં આવ્યો.
આ પ્રકારની કુદરતી ઘટનાઓને લઈને લોકોમાં સતર્કતા જોવા મળી રહી છે અને વહીવટીતંત્રે પણ પવનભરી પરિસ્થિતિઓમાં જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
અહેવાલ:-વિમલ એબીપી (ધોરાજી)