ધોરાજી, 21 એપ્રિલ 2025 – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના અડવાર ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ખેતમજૂરી કરવા આવેલા પરપ્રાંતીય યુવકનું કરંટ લાગતા મોત થયું છે.
માહિતી અનુસાર, પરપ્રાંતીય યુવક ખેત મજૂરી કરવા માટે અડવાર ગામે આવ્યો હતો. જ્યાં તે પોતાની મોબાઇલ ફોનને ચાર્જ કરી રહ્યો હતો ત્યારે અચાનક શોર્ટ લાગતા તેને ગંભીર ઈજા પહોંચી. કરંટની તીવ્રતાના કારણે યુવકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો.
આ દુર્ઘટના બાદ મૃતદેહને ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઇને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે અને ઇલેક્ટ્રિકલ તકલીફ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ગામમાં શોકની લાગણી છવાઈ છે અને ખેતમજૂરી કરવા આવેલા યુવાનના સહકાર્મીઓ પણ દુઃખમાં મૂકાયા છે.
અહેવાલ: વિમલ સોંદરવા, ધોરાજી