
ધોરાજી, 26 એપ્રિલ 2025 – રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.
આકાશમાં ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળોથી એક તરફ મિશ્ર ઋતુ જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો અનુભવ કરી રહેલા વિસ્તારોમાં હવે અચાનક બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ખાસ કરીને હાલના સમયગાળામાં ચાલી રહેલા ઉનાળુ પાકો પર ભારે વાવાઝોડું કે અનિયમિત વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ ખેડૂતવર્ગ વ્યક્ત કરી રહ્યો છે.
વાતાવરણમાં આવી રહેલા પલટાને કારણે ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે પૂરતી તૈયારી કરવા અને તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યું છે.