ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર — તંત્ર સતર્ક

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા સિવિલ હોસ્પિટલ તંત્રે રાજ્યમાં વધતા કોરોના કેસોની પૃષ્ઠભૂમિમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે ખાસ વોર્ડ તૈયાર કર્યો છે.

કોરોના પોઝિટિવ દર્દીઓની શક્યતા વધતા હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરથી સજ્જ 10 બેડ તૈયાર કરાયા છે. દર્દીઓની સારવારમાં કોઈ કમી ન રહે તે માટે 24 કલાક મેડિકલ અને નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

હોસ્પિટલના અધિક્ષક જયેશ વસેટીયાએ માહિતી આપી હતી કે, છેલ્લા કેટલાક દિવસોમાં બ્લડ રિપોર્ટ માટે આવતા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને સિલિન્ડર પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક જરૂરિયાતે જવાબ આપી શકાય.


“કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેથી સ્થિતિને ધ્યાનમાં લઈ ધોરાજી સિવિલ ખાતે આપણે 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કર્યો છે, ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ સ્ટાફ પણ standby છે. જો જરૂર પડશે તો વધુ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવશે.”