ધોલેરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ધંધુકા

ધોલેરા તાલુકા ખાતે ધોલેરાભડીયાદ અને પીપળી પ્રા.આ.કેન્દ્રના વિસ્તારના તમામ ગામોમાં પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ સંદર્ભમાં તાલુકા કક્ષા નું ઉદ્ધાટન પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે ધંધુકાના ધારાસભ્ય દ્વારા પોલિયોના બે ટીપા બાળકોને પીવડાવી પોલીયો અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ધોલેરાના સામાજિક અગ્રણી નિર્મલસિંહ ચુડાસમા,તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનીધી રાજુભાઇ વસાણી, ધોલેરા ગામ સરપંચ ગોવિંદભાઇ ધરજીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાકેશ મહેતા, ડો સિરાજ દેસાઈ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પિનલબેન સોની, તથા તાલુકા આગેવાનો અને આરોગ્યની ટીમ હાજર રહેલ હતી

આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ધોલેરા ડો.રાકેશ મહેતા ના જણાવ્યા અનુસાર પોલીયો મહા અભિયાનમાં તાલુકાના કુલ ૩૯ ગામોમાં પોલિયો રવિવારના દિવસે દરેક ગામમાં બુથ બનાવી ૦ થી ૫ વર્ષના તમામ અંદાજીત ૭૦૦૦ થી વધારે બાળકોને આવરી લેવાનું આયોજન કરેલ છે. હજુ બે દિવસ આરોગ્યની ટીમ દ્રારા ઘરે ઘરે ફરીને બુથ પર ન આવી શકયા હોય તેવા બાળકોને પોલિયોનાં બે ટીપા પીવડાવાની કામગીરી કરવામાં આવશે

અહેવાલ: – કૃણાલ સોમાણી (ધંધુકા)