ધો. 12નું રિઝલ્ટ જાહેર સુરતના સ્ટુડન્ટ્સ A-1 ગ્રેડમાં બાજી મારી

ધો. 12નું રિઝલ્ટ જાહેર સુરતના સ્ટુડન્ટ્સ A-1 ગ્રેડમાં બાજી મારી

સુરત :

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના બે દિવસ બાદ આજે ધો. 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું છે.આજે જાહેર થયેલા . 12 સાયન્સ અને કોમર્સના રિઝલ્ટમાં ડાયમંડ સિટી સુરતના સ્ટુડન્ટ્સ હીરાની જેમ ચમક્યા છે. એ-1થી માંડીને બી-2 સુધીના ગ્રેડમાં સુરતના સ્ટુડન્ટ્સ અન્ય કેન્દ્રો કરતા આગળ રહ્યાં છે.સાયન્સમાં સુરતના સ્ટુડન્ટ્સે 87.84 ટકા રિઝલ્ટ મેળવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહ કોમર્સમાં સુરતનું રિઝલ્ટ 90.45 ટકા રહ્યું છે. જે પાછલા વર્ષ કરતાં વધુ છે. ગયા વર્ષે સાયન્સમાં સુરતનું રિઝલ્ટ 71.15 ટકા હતું, જ્યારે આ વર્ષે તે 87.84 ટકા પર પહોંચ્યું છે. જે ઘણું ઊંચું છે. જ્યારે એ-વન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યાં છે. સારા રિઝલ્ટને પગલે વિદ્યાર્થી, વાલી, અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.ધો. 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું પરિણામ 93.38 ટકા રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 1703 સ્ટુડન્ટ્સ એ-1 ગ્રેડ સાથે પાસ થયા છે, જ્યારે એ-2 ગ્રેડમાં પણ સુરતના જ 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. બી-1માં 9844 અને બી-2માં સુરતના 10013 સ્ટુડન્ટ્સ પાસ થયા છે.