ધ્રુવિન ધારાણી No Drugs Campaign માટે ૨૦,૦૫૦ ફૂટ ઊંચે ત્રિરંગો લહેરાવી પાલનપુર પહોંચતા સ્વાગત કરાયું

બનાસકાંઠા

ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓનુ વધુ એક પરાક્રમ જોડાયુ છે પાલનપુરના ધ્રુવિન ધારાણી ઉપરાંત 12 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ ૧૧ જૂનના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ ૨૦,૦૫૦ ફૂટ છે જેની પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી NO DRUGS CAMPAIGN ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો

કઠોર તાલીમ બાદ થાય છે યુવાઓની પસંદગી
ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને ૨ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિલોમીટરનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ સાથે યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણનો માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે જેમાં આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવતી હોય છે આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવતી હોય છે જેમાં આ સાહસિકોની પસંદગી થઈ હતી

યુવાનોએ કપરા ચડાણ ચડી લક્ષ્ય સિદ્ધ કર્યું

તા 13 જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યનમ તરફ પ્રયાણ કર્યું હતું અને તા ૧૧ જૂન ના રોજ સમિટ કરી ૨૦,૩૦૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ 13 સાહસિક યુવાની ટીમમાથી ધ્રુવિન ધારાણી ઉપરાંત જયપાલસિંહ ભાટી, ગૌરાંગ પુરોહિત, સોહેલ મુસલા, ધ્રુવિલ ડાભી એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું.

ધ્રુવીનનો અભ્યાસ અને પ્રવૃત્તિ

ધ્રુવીન CA final નો અભ્યાસ કરે છે.આ ઉપરાંત પાલનપુર G.D.Modi College માં લેક્ચરર છે.ગત વર્ષે જૂન,૨૦૨૩ માં ૧૭૩૪૬ ફૂટ ઊંચું Mt.Friendship સર કર્યું હતું. ઇન્વિન્સિબલના આ પર્વતારોહકોનુ નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે.

અયુબ પરમાર (બનાસકાંઠા)