નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિષયે એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી બ્રાહમણ સારસ્વતને પંડિતાઈની પાઠશાળામાં પાઠનાં અધ્યયયન સાથે સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે શ્રી નથુરામ શર્મા આજેય સત્ત સાહિત્યમાં એટલા જ પ્રસ્તુત – પ્રો.(ડો.) અતુલ બાપોદરા કૂલપતિ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃત ભવન, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આનંદાશ્રમ બિલખાનાં સંયુક્ત ઉપક્રમે પૂ. નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિષયે એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કૂલપતિ પ્રો.(ડો.) અતુલ બાપોદરાનાં અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો
અધ્યક્ષીય ઉદબોધનમાં પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રમાં જે સંત પરંપરા અસ્તિત્વમાં રહી છે, તેમાં આનંદઆશ્રમ બીલખાના શ્રીનથુરામ શર્માનું નામ ઉલ્લેખનીય છે. નથુરામ શર્માએ સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી સારસ્વતોને પાઠશાળામાં અધ્યયન આપવાની શરૂ કરેલ પરંપરા આજેય જીવંત રહી છે. સાથે સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે મહત્વનું યોગદાન રહ્યુ છે.


પૂ. નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિષયે આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદનાં મુખ્ય વક્તા અને પ્રસિધ્ધ ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ મહેતાએ આનંદાશ્રમનાં પુસ્તકાલયમાં જ્ઞાનવર્ધન કરતા અને પં.નથુરામ શર્મા લીખીત ઉપલબ્ધ પુસ્તકોનો સંદર્ભ ટાંકી આનંદાશ્રમની સ્થાપના, સંધ્યાવંદન આદિ આચાર, વર્ણશુદ્ધિ, શાસ્ત્રગ્રંથોનું સંપાદન, પઠન-પાઠન, આધ્યાત્મિક ચર્ચાઓ વગેરે પ્રવૃત્તિઓ અંગે પોતાનાં સ્વાનુભવો વર્ણવી ભાગવત જ્ઞાનની વાત વણી હતી.આનંદાશ્રમનાં ટ્રસ્ટી કૈાશીક ત્રિવેદીએ બોધાત્મક વાત કરી બીલખા ઉપરાંત પોરબંદરનાં અડવાણા, મોજીદડ, લીંબુડા, ધ્રાફા, અમદાવાદ મુકામે પુ. નથુરામ શર્મા દ્વારા કાર્યાન્વીત શિક્ષા અને દિક્ષાની પ્રવૃતિઓની જાણકારી આપી હતી. શ્રીમન્ન નથુરામ શર્માજીનાં જીવન અને અભ્યાસ, ત્તત્વચિંતન અને વ્યાખ્યાનો, વયવસાયીક જીવન, દૈવી જીવન, અધ્યયન અને તપસ્યા, સાહિત્ય સર્જન, સનાતન ધર્મ પ્રચાર, દિક્ષા અને શિષ્યવર્ગ, સમાજને યોગદાન, વિષયે વિસ્તૃત વાત રજુ કરી હતી.


દ્વિતીય સત્ર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઇતિહાસ અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ અને ચર્ચા સત્રનાં અધ્યક્ષ પ્રો.(ડો.) વિશાલ જોષીએ ચર્ચા સત્રમાં સુશ્રી ધનેશ્રી ભટ્ટ, પ્રો.(ડો.) પંકજ રાવલ, ડો. સંગીતા બકોત્રા, શ્રી મધુભાઇ જાની, શ્રી ભરતભાઇ જાની, સહિત વિદ્વાનો સાથે પંડિત નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિષયે ચર્ચા કરી હતી.
શોધપ્રત પઠન કાર્યક્રમમાં સંયોજક પ્રા.(ડો.) ઓમ જોષી, ડો. દિનેશ પંડ્યા, પ્રો.(ડો.) મહેશ મેત્રા, પ્રો.(ડો.) એલ.એમ.પાનેસેરીયા, સત્રાધ્યક્ષ પ્રો.(ડો.) લલીત પટેલ, પ્રો.(ડો.) નરેન્દ્ર પંડ્યા, પ્રો.(ડો.) પંકજ રાવલ, સાધકશ્રી નરેનદ્રભાઇ જોષી, નવાગામનાં સરપંચશ્રી મુળુભાઇ વાળા, નાનુભાઇ ગઢવી, ગિજુભાઇ જાનીની ઉપસ્થિતીમાં યુનિનાં શોધસ્કોલર્સ, સંસ્થાનાં સેવકો, અધ્યાપકશ્રીઓ, અને પં નથુરામ શર્મા રચિત ગ્રંથોનાં અભ્યાસુઓનાં ૮૫ જેટલા રજુ થયેલ શોધપત્રોનું પઠન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનાં અંતે યુનિ.નાં કૂલપતિ પ્રો.અતુલભાઇ બાપોદરાનાં અધ્યક્ષ સ્થાને શ્રીશ્રી ગુજરાત આશ્રમ વાસદનાં ડો. સ્વામી હરિહરજી અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે રજુ થયેલ શોધપત્રોનું સંકલન કરી તેનું સુચારૂ સંપાદન થયે સાહિત્ય અકાદમી દ્વારા પુસ્કત સ્વરૂપે પ્રકાશન કરવામાં આવશે.


આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમર, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રી અનકભાઇ ભોજક, યુનિ.નાં સરકારશ્રી નિયુક્ત એકઝુકેટીવ કાઉન્સીલનાં સદસ્યશ્રી પ્રો.(ડો.)દિનેશ દઢાણીયા, ડો. દિનાબેન લોઢીયા, શ્રી રાજેશભાઇ વાડોદરીયા,નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાધલ્યા, યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોની, અગ્રણીશ્રી છેલભાઇ જોષી, બહાઉદ્દિન કોલેજનાં પ્રિન્સીપાલ ડો. આર.પી. ભટ્ટ, સુભાષ મહિલા કોલેજનાં આચાર્ય પ્રો.(ડો.) બલરામ ચાવડા, અગ્રણીશ્રી જીતુભાઇ ભીંડી, ચંદુભાઇ વણપરીયા, આનંદાશ્રમનાં ટ્રસ્ટીગણ, પુ. નથુરામ શર્માનાં દેશ-પરદેશથી પધારેલ શિષ્યગણ યુનિ.નાં છાત્રો, અધ્યાપકો, પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે આનંદાશ્રમનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી શ્રી ડી.બી. મહેતાએ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમનાં અંતે ટ્રસ્ટીશ્રી શોધનભાઇ દેસાઇ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ડો. નિશીથ ધારૈયા, ડો. પારૂલ ભંડેરી, ડો. મૈાલીક કેલૈયા, ડો. અમિત ઘોરીચા, પ્રા. અજય મહેતા,આરતિ જેઠવા, સહિત સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્યાએ સંભાળ્યુ હતુ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)