નદી કાંઠા અને હેઠવાસનાં વિસ્તારો જળબંબોળ ભાદર ડેમમાંથી પાણી છોડાતાં જેતપુરમાં ૨૭ લોકોનું સ્થળાંતર.

જેતપુર

જેતપુર શહેર તેમજ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૨ ઇંચ વરસાદ પડયો હતો ભાદર ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડતા ભાદર ડેમના હેઠવાસના વિસ્તારોમાં કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. |

જેતપુરથી દેરડી, મોણપર, ખંભાલીડા, ખોડલધામ, ભંડારીયા જેવા પંદરેક જેટલા ગામોએ જવાનો ભાદર નદી પર બેઠી ઢાબીના પુલ પર પાંચ ફૂટ | જેટલા પાણી ચડી જતા આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જેથી ૧૫ ગામોનો જેતપુર સાથે સંપર્ક કપાયો હતો. ભાદર નદીના કાંઠા વિસ્તારમાં લોકોના ઘર સુધી ભાદર નદીના પાણી પહોંચી જતા સરકારી તંત્ર દ્વારા ૨૭ જેતપુરથી દેરડી, મોણપર, બેઠી ઢાબીના પુલ પર પાણી

જેટલા લોકોનું સ્થળાંતર કરાવી તારાપરા સ્કૂલ અને ખાખમઢી હનુમાન મંદિરના સલામત સ્થળે ખસેડાયાં હતાં.

જયારે જેતપુરના પાંચ પીપળાથી કેરાળી જવાના રોડ પર પુલ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો આ પુલ ઉપરથી પાણી વહેતું હોવાથી તંત્ર દ્વારા સતર્કતાના ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પુલ ઉપરથી મેવાસા, કેરાળી, લુણાગરા તેમજ જામનગર હાઇવે ગોંડલ અને જામકંડોરણા તરફ જવાના જે મુખ્ય માર્ગ પર પાણી ફરી મળતા અંદાજે તાલુકાના પંદર જેટલા | ગામોના લોકોને પાણી ઓસરવા | માટેની રાહ જોવી પડી રહી હતી. સામે કાંઠે તેમજ આ કાઢે લોકો પોતાના વાહનો લઈને થંભી ગયા હતા. ખંભાલીડા સહિતના ૧૫ ગામોને સાંકળતા ફરી વળતા વાહન વ્યવહાર ઠપ

ફલ્લામાં વરસાદથી ખેતરો જળબબોળ બન્યા છે. અને કંકાવટી ડેમ ઓવરફલો થવા સાથે નદી-નાળા પણ છલકાઈ ઉઠયા છે.

અહેવાલ : કરણ સોલંકી :(જેતપુર)