
જૂનાગઢ, તા. ૦૧ મે, ૨૦૨૫
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન) કક્ષાની સેમેસ્ટર-૨ અને સેમેસ્ટર-૪ની પરીક્ષાઓનો આજથી સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ શાંત અને સુસંગત વાતાવરણમાં પરીક્ષા આપતાં નજરે પડ્યા હતા.
પરિક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ નિયત પરીક્ષા ખંડોમાં પોતાની ઉત્તરવહીઓમાં એ સુધી અભ્યાસ દ્વારા મેળવેલા જ્ઞાનને ઉતારી પરીક્ષાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની વ્યવસ્થા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
યુનિવર્સિટી પરિવાર દ્વારા પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા શિક્ષકો અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અતુલભાઈ બાપોદરા એ તમામ પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવી છે અને શાંતિપૂર્ણ પરીક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી છે.
📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ