નરેડી–બોડકા–પીપલાણા–સારંગપીપળી રોડ પર ભારે વાહનો માટે પ્રવેશ પર પ્રતિબંધ.

જૂનાગઢ જિલ્લાના નરેડી–બોડકા–પીપલાણા–સારંગપીપળી રોડ પર હાલ ડામર અને સીસી રોડનું કાર્ય શરૂ થયેલ છે. આમ રસ્તો હાલ મરામત હેઠળ હોવાથી વાહન ચાલકો અને કામદારોની સલામતીને ધ્યાનમાં રાખી તાલુકા અને જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, આ માર્ગ પર તમામ પ્રકારના ભારે વાહનોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ રહેશે. જાહેરનામું ૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા:

  • બોડકા ગામ જવા માટે: નરેડી → ગડવાવ → કતકપરા → બોડકા

  • પીપલાણા ગામ માટે: નરેડી → ગડવાવ → સારંગપીપળી → પીપલાણા

  • નાવડા ગામ માટે: નરેડી ગામમાંથી નાવડા જતા રસ્તાનો ઉપયોગ

પ્રશાસન દ્વારા વાહનચાલકોને આ અવધિ દરમ્યાન નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે અને વૈકલ્પિક માર્ગો દ્વારા જ પ્રવાસ કરવા વિનંતી કરાઈ છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ