નર્મદા જિલ્લા રાજપીપળા PI નશામાં અકસ્માત સર્જ્યો, ખાતાકીય કાર્યવાહીની થશે શરૂઆત


છાણી નજીક જી.એસ.એફ.સી. બ્રિજ પર એક ગંભીર અકસ્માત અંગે ડીસીપી જુલી કોઠીયા દ્વારા મળેલ નિવેદનમાં જણાવાયું છે કે, પોલીસને આ સ્થળેથી અકસ્માતનો કોલ મળ્યો હતો. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચતાં અકસ્માત PI દ્વારા સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ફરજ બજાવતા PI યશવંત હિરસંગભાઈ પઢીયાર આ સમય રજા પર હોવાને કારણે પોતાના વતન તરફ જતાં હતા ત્યારે અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં PI નશાની હાલતમાં હોવાનું જણાયું છે.

આ ઘટનાની જાણ નર્મદા જિલ્લા પોલીસ અધિકારી (SP)ને કરવામાં આવી છે. PI સામે યોગ્ય ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે તંત્રએ સ્પષ્ટતા કરી છે.

ડીસીપી જુલી કોઠીયાએ જણાવ્યું કે, પોલીસ વિભાગ નશાખોરી જેવી બેદરકારીવાળી વ્યવહારને સહન નહીં કરે અને આ પ્રકારના બનાવો સામે કડક પગલાં લેવામાં આવશે.

આ ઘટનાથી નર્મદા જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે અને_PI પર કડક કાર્યવાહી માટે આગળના પગલાં લેવામાં આવ્યા છે._