નર્મદા જિલ્લો: ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ માહાત્મય હોવાથી, 29 માર્ચથી હજારો ભક્તો 14 કિમીની પરિક્રમા માટે ઉમટશે. આ પરિક્રમા 27 એપ્રિલ સુધી ચાલશે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું ધાર્મિક મહત્વ
નર્મદા નદીનું પવિત્ર સ્થળ એવા તિલકવાડા સુધી તે ઉત્તર દિશામાં વહે છે, જેને કારણે આ પરિક્રમાનું મહત્વ વધે છે. ભક્તો માને છે કે આ પરિક્રમાથી સમગ્ર નર્મદા પરિક્રમાના સમાન પુણ્ય મળે છે. સંત શૂલપાણેશ્વર મહાદેવના 78 વર્ષીય સાંવરિયા મહારાજે જણાવ્યું કે, તેઓ 17 વર્ષથી દરરોજ બે વાર પરિક્રમા અને નર્મદામાં 29 વખત સ્નાન કરે છે.
વહીવટીતંત્ર માટે પડકાર: વ્યવસ્થાઓ ગોઠવાઈ
- ભક્તોની સુરક્ષા માટે બે સ્થળે હંગામી બ્રિજ અને નાવડીઓની વ્યવસ્થા.
- પરિક્રમા રૂટ પર કાચા રસ્તાઓ તૈયાર.
- ભક્તોની સુખાકારી માટે સેવાભાવી સંસ્થાઓ ભોજન અને આરામની સુવિધાઓ આપે છે.
નર્મદા નદીની સ્વચ્છતા માટે અપીલ
પરિક્રમા દરમિયાન કચરો ફેંકાતા પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ગ્રામજનો તંત્ર પાસે ડસ્ટબિન મુકવાની અને સફાઈ કર્મીઓની હાજરી રાખવાની માગણી કરી રહ્યા છે. ભક્તોને પણ નર્મદા નદી સ્વચ્છ રાખવાની અપીલ કરાઈ છે.
આ પરિક્રમા દરમિયાન ભક્તો રામપુરાના કીડીમકોડી ઘાટે રણછોડજી મંદિરેથી શરુ કરીને તિલકવાડા, મણિનાગેશ્વર, કપિલેશ્વર, રેંગણ, અને રામપુરા સુધી પરિક્રમા પૂર્ણ કરશે.