નવસારીના શુક્રવાર ખેલ મહાકુંભ સ્પર્ધામાં સર જે.જે.પ્રાયમરી સ્કુલ, નવસારીના માન આકાશભાઇ પટેલ અંડર-૧૧ ફ્રી સ્ટાઇલ સ્વીમીંગમાં ભાગ લઇને ત્રીજા ક્રમે આવ્યો હતો. માન પટેલ સાથેના અન્ય સ્પર્ધક બાળકો જે ૧૧ વર્ષની ઉંમર ધરાવતા હતાં જયારે માન પટેલ ફકત ૦૬ વર્ષની નાની ઉંમરે આ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લઇને સૌને અચંબામાં મૂકી દીધા હતાં. એની સ્વીમીંગ પ્રત્યેની લગન જોઇ સૌ મંત્રમુગ્ધ બન્યા હતાં. માન પટેલ પિતાની સાથે નવસારીના તરણકુંડમાં દરરોજ પ્રેકટીસ કરતા હતાં. માન પટેલના આ કૌશલ્ય બદલ આચાર્યા શ્રીમતી કડોદવાલા તેમજ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)