નવસારી શહેરમાં ખુલ્લેઆમ ટેમ્પોમાં પાણીની ટાંકીઓ મૂકી વેચાતું પાણી… લોકોના જીવ સાથે ચેડાં… પાણીના બાબતે પાણી વાળા અનેક વખતે એકબીજા સાથે લડીને ઘાયલ થયા છે.. જો કોઈએ બદમાશી કરીને જેરી દવા પાણીની ટાંકીમાં નાખી દે તો કઈ કેટલા લોકોની જાન ને જોખમ,
નવસારી શહેરમાં ખુલ્લેઆમ ટેમ્પોમાં પાણીની ટાંકીઓ મૂકી વેચાતું પાણી લોકોના જીવ સાથે ચેડાં કરી નવસારી શહેરમાં ખુલ્લેઆમ ટેમ્પોમાં પાણીની ટાંકીઓ મૂકીને પીવાનું પાણી વેચતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે આ રીતે વેચાતું પાણી કેટલું શુદ્ધ છે તેની કોઈ ખાતરી હોતી નથી અને તેમાં કોઈક ઝેરી રસાયણોની ભેળસેળ કરે તો કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. રાજ્યમાં અગાઉ પણ લઠ્ઠાકાંડ કાંડમાં કઈ કેટલાય લોકોના મૃત્યુ થયાં છે હાલમાં નવસારી શહેરની અંદર પાણી વેચાણ બાબતે પાણી વાળા અંદરો અંદર લડીને ઘાયલ થયા હતા જેની પોલીસ માં ફરિયાદ પણ થઈ હતી જો કોઈ આ ટેમ્પોની ટાંકીમાં ઝેરી દવાઓ નાખી દે તો કઈ કેટલાય નાગરિકોના જીવ જઈ શકે એમ છે છતાં અનેક વખતે સોશિયલ મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થયા છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી,
આ અંગે સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે અને માંગણી કરી છે કે તંત્ર દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે પીવાના પાણી જેવી સંવેદનશીલ બાબતમાં બેદરકારી દાખવવી એ ગંભીર ગુનો છે અને તેને સહેલાઈથી લેવો જોઈએ નહીં આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા, ફૂડ વિભાગે આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ અને આવા તત્વોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી લોકોના જીવ સુરક્ષિત રહી શકે. હવે જોવું એ રહ્યું આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા, ફૂડ વિભાગ કોણ કાર્યવાહી કરશે કે પછી લોકોના જીવ જશે પછીથી એક બીજા ઉપર દોષનો ટોપલો મૂકશે.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)