નવસારી: વિજલપોરમાં 150થી વધુ મહિલાઓએ BJP છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો, જેના કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે.
કોંગ્રેસના નેતાઓ શૈલેષભાઈ અને ધર્મેશભાઈ માલી દ્વારા નવસારી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આ તમામ મહિલાઓનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું. આ મહિલાઓ BJP સરકારની નીતિઓથી અસંતોષિત થઈને કોંગ્રેસમાં જોડાઈ હોવાનું જણાવ્યું છે.
ચુંટણીમાં અસર થશે?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પરિવર્તન આગામી ચુંટણીઓમાં કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવસારી જિલ્લો સામાન્ય રીતે BJPનો ગઢ ગણાય છે, પણ વિજલપોરમાં થયેલા આ સામૂહિક રાજકીય પરિવર્તનથી સ્થાનીક રાજકારણમાં મોટો ફેરફાર આવવાની શક્યતા વધી ગઈ છે.
BJPની મૌન પ્રતિક્રિયા
હાલ BJP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું રહેશે કે આ પરિવર્તનનું પડઘમું વિજલપોર અને નવસારીની આગામી ચૂંટણીમાં કેવી રીતે પડે છે.
અહેવાલ :- આરીફ શેખ નવસારી