નવસારી: નવસારીની એ.બી. સ્કૂલ ખાતે સાતમાં પાંચમા વર્ષે કોમર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી સતત યોજાતી આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ પોતાની વિચારસરણી અને સર્જનાત્મકતા સાથે પ્રોજેક્ટ રજૂ કરે છે.
આ વર્ષે પ્રથમ વખત ૨૪ પ્રોજેક્ટ અને ૨૩ ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દ્વારા વિદ્યાર્થીઓએ નવું કીર્તિમાન સ્થાપિત કર્યું. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા, જેમાં નાણાંકીય વ્યવહાર, માર્કેટિંગ, એકાઉન્ટિંગ જેવા મહત્વપૂર્ણ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ફૂડ સ્ટોલ દ્વારા વ્યવસાયિક વિચારસરણીને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ રહી કે આ વર્ષે એ.બી. સ્કૂલના બે વિદ્યાર્થીઓએ મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુટરની પરીક્ષા પાસ કરી છે. આ બંને વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રોજેક્ટ રજૂ કરીને અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યા હતા.
શિક્ષકોના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધતો ગયો છે. શાળાનું માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા બાળકો માત્ર અભ્યાસક્રમ પૂરતા સીમિત ન રહે, પરંતુ સર્વાંગી વિકાસ તરફ આગળ વધી શકે.
આ ઉજવણીમાં લગભગ ૧૭૦૦ થી ૧૮૦૦ વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ્સ અને ફૂડ સ્ટોલની મુલાકાત લીધી, જે કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવામાં મોટું યોગદાન સાબિત થયું.
લોકેશન: નવસારી
અહેવાલ: આરીફ શેખ