નવસારી: હાલમા લાયબ્રેરી થી જૂનાથાણા રસ્તાને ખોદી બનાવતા શહેરી નાગરિકોમાં ખુશી જોવા મળી હતી નવસારીના કુંભારવાડ વિસ્તારમાં નવા બની રહેલા ઊંચા રસ્તાના નિર્માણ સામે કુંભારવાડના રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ રસ્તાનું કામ અટકાવીને એવી રજૂઆત કરી હતી કુંભારવાડ માં રસ્તાના ઉપર જ બીજો નવો રસ્તો બનાવતા જૂના રસ્તાને ખોદીને ત્યારબાદ જ નવો રસ્તો બનાવવામાં આવે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવો રસ્તો ઊંચો બનવાથી કુંભારવાડના રસ્તાની બાજુમાં આવેલા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની શક્યતા છે. આથી, તેમણે માંગ કરી છે કે તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે અને સ્થાનિકો સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
નવસારી શહેરી વિસ્તારમાં નવા રસ્તો બનાવતા રોડ ઊંચો થઈ જવાથી અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો થી જોવા મળી રહી છે જેને લઈને કુંભારવાડ ના આજુબાજુના વિસ્તારોએ સભા ભરીને ફરજિયાય રસ્તાને ખોદીને જ બનાવવામાં આવે જેથી રસ્તાના મેંનહોલ ને પણ બદલવાની જરૂર રહેતી નથી સાથે રોડ ની બાજુના બ્લોકને પણ રિપેર કરવો પડતો નથી જોવા જઈએ તો આ એક મોટો ફાયદો મહાનગરપાલિકાને થઈ રહ્યો છે છતાં મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના ટકાવારીના કારણે રમત રમતી હોય એવા આક્ષેપો નગરજનો કરી રહ્યા છે!
અહેવાલ : આરીફ શેખ, નવસારી