નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૦ દિવસીય શોર્ટ કોર્સ નો આજથી શુભારંભ

                 નવસારી કૃષિ યુનિવર્સિટીની કૃષિ મહાવિધાલયના સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જયુબિલી ઉજવણીના ભાગરૂપે ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ, ન્યુ દિલ્હી ના સંયુક્ત ઉપક્રમે “રીસેન્ટ ટ્રેન્ડ્સ ઇન સ્ટેટિસ્ટિકલ ટેક્નીક્સ ફોર એગ્રીકલ્ચરલ રીસર્ચ (RT-STAR)” વિષય પર ૧૦ દિવસીય શોર્ટ કોર્સનો ઉદ્ઘાટન સમારંભ ડો. ઝેડ. પી. પટેલ, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું . 

              આ તાલીમમાં ભાગ લેવા માટે દેશની વિવિધ યુનિવર્સિટીથી કુલ ૭૮ જેટલી અરજીઓ આવી હતી જે અંતર્ગત ૨૫ વિજ્ઞાનિકો અને પ્રાધ્યાપકોને આ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે .  જેમાથી ૫ તાલીમાર્થી રાજય બહારની યુનિવર્સિટીથી, ૯ તાલીમાર્થી રાજ્યની બીજી યુનિવર્સિટીથી અને અન્ય તાલીમાર્થી નવસારી કૃષિ યુનિવર્સિટીથી પસંદ થયેલા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ તાલીમમાં કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે ઉપયોગી આંકડાશાસ્ત્રની વિવિધ ટેકનીક્સની થીયરી તેમજ હેંડ્સ ઓન ટ્રેનીંગ વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)