નવસારી જિલ્લામાં એ.આર.ટી.ઓ કચેરી ખાતે ૩૬ માં માર્ગ સલામતી માસ 2025નુ આયોજન કરવામાં આવ્યું

નવસારી જિલ્લા માં તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ આર.ટી.ઓ કચેરી ખાતે ૩૬ માં માર્ગ સલામતી માસનુ આયોજન કરવામાં આવ્યું નવસારી જિલ્લા કલેકટરશ્રી નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની શરૂઆત કરવામાં આવી છે

જેમાં એ.આર.ટી.ઓ તેમજ પોલીસ તંત્ર તથા સ્વાસ્થ્ય વિભાગ અને શૈક્ષણિક વિભાગ સાથે મળીને એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો થકી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે અકસ્માતો થી બચવા માટે વાહનચાલકો ને હેલ્મેટ અને સીટ બેલ્ટ નાં મહત્વ સમજાવવા સાથે શૈક્ષણિક સંસ્થાઓ માં ચાલતા ટ્રાન્સપોર્ટેશન માં વિદ્યાર્થીઓને વાહનોમાં લઇ જતા ડ્રાઈવરોની તાલીમ તથા બોરીયાચ ટોલ નાકા પાસે નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજી વાહનચાલકો ની આંખની તપાસ કરવામાં આવશે સાથે જ રક્તદાન શિબિર જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં વાહનચાલકો ને અક્સ્માત થી બચવા માટે ની સમજ આપવામાં આવશે તા.01.01.25 થી 31.01.25 સુધી માર્ગ સલામતિ માસ 25 ઉજવવામાં આવશે આજે કાર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, એ.આર.ટી.ઓ. અઘિકારી, ટ્રાફિક અધિકારી, દ્વારા કાર, બાઇક રેલીને લીલી ઝંડી બતાવી માર્ગ સલામતિ માસ ની ઉજવણી કરવામાં આવી હતી

સમગ્ર માસ દરમિયાન કાર રેલી અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોમાં ટ્રાફિક નિયમોની જાણકારી આપશે આ કાર્યક્રમ માં સ્કૂલ ના બાળકો, પોલીસ જવાનો, મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્ટાફ, ઑટો શોરૂમ સ્ટાફ, ટ્રાફિક એજ્યુકેશન પ્રમુખ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને માર્ગ સલામતિ માસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ માસ દરમિયાન લોકોને ટ્રાફિક ના નિયમો ની જાણકારી આપી સમાજ માં જાગૃતતા આવે એવા પ્રયાસો કરવામાં આવશે..

અહેવાલ: આરીફ શેખ (નવસારી)