નવસારી જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા જે જમીન વળતર નક્કી કર્યા વિનાજ ખેડૂતોના પાક અને વૃક્ષ કાપી નાખવાના વિરુદ્ધ ખેડૂતો દ્વારા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું!!

નવસારી જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા જે જમીન વળતર નક્કી કર્યા વિનાજ ખેડૂતોના પાક અને વૃક્ષ કાપી નાખવાના વિરુદ્ધ ખેડૂતો દ્વારા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું.

👨‍🌾 નવસારી જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે કલેકટરને આવેદન આપવામાં આવ્યું. ખેડૂતોએ ફરિયાદ કરી છે કે, કંપનીએ અગાઉથી જાણ કર્યા વિનાજ પોલીસ પ્રોટેક્શન રાખી બળજબરીથી કામગીરી કરી રહી છે.

🤔 વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, અગાઉ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી સુખદ સમાધાન આવ્યું હતું અને ખેડૂતોને તેમની જમીન માટે ધાર્યા પ્રમાણેનું વળતર મળ્યું હતું.

💬 ખેડૂતોએ તંત્ર સામે માંગ કરી છે કે, સુરત જિલ્લામાં જેમ, નવસારી જિલ્લામાં પણ મહત્તમ જંતુરીને આધારે વળતર નક્કી કરવામાં આવે અને ખેડૂતોના હિતની જ્ઞાનવળી કરવામાં આવે એવી રજૂઆત નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને કરવામાં આવી હતી.


📝 અહેવાલ: આરીફ શેખ (નવસારી)