નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન: આગામી ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી.

નવસારી: તા.16: નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય/નગરપાલિકા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આજરોજ મતદાનનો પ્રારંભ થતા સંબંધિત મતદાન મથકો ખાતે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો હતો. નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંસદા તાલુકા પંચાયતની ૯-કંડોલપાડાની પેટા ચૂંટણી માટે આજરોજ સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ છે.
સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સમ્પન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી રાખી હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં સંબંધિત મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. નોંધનિય છે કે, મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ થશે.

અહેવાલ : આરીફ શેખ (નવસારી)