નવસારી માં આવેલ હુંદરાજ દાણા પાસે ટાટા સ્કૂલ થી મોટા બઝાર જતી ઑટોમેટિક કાર ડ્રાઈવરે એક રીક્ષા, ઉભેલી એક કાર, તેમજ સાઇડ માં પાર્ક કરેલી બાઇકને અડફેટે લીધી હતી આ રસ્તો ઉપર અનેક વાહનો તેમજ રાહદારીઓની ભારે અવરજવર રહેતી હોય છે પ્રાપ્ત માહિતી અનુસાર ઑટોમેટિક કાર માં બ્રેક ની જગ્યાએ એક્સિલેટર દબાઈ જવાથી આ ઘટના બની હતી જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી..
અહેવાલ: આરીફ શેખ (નવસારી)