
નવસારી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના રૂસ્તમવાડી રોડ, મિથિલા નગરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી એક મોટો મસમોટો ખાડો ખોદીને ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે. વિરાવળ થી જલાલપોર રેલ્વે સ્ટેશન ને જોડતો મુખ્ય ન્યુ રીંગરોડ આવેલ છે આ માર્ગ ઉપર અનેક વાહનોની અવરજવર રહેતી હોય છે આ ખાડાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે સાથે મોટા ખાડા મુખ્ય માર્ગ ઉપર હોય ગંભીર અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ વિભાગે ખાડો ખોદતી વખતે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નથી. ખાડાની આસપાસ એકજ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને કે કોઈ ચેતવણી ચિન્હ મૂકવામાં આવ્યા નથી. પરિણામે રાત્રિના સમયે ખાડો દેખાતો નથી અને અકસ્માત થવાનો ભય રહે છે. સાથે નજીક માં સ્કૂલ હોવાથી નાના વિધાર્થીઓના મોટા ભય રહીશોને સતાવી રહ્યો છે આ વિસ્તારના લોકોએ તાત્કાલિક ખાડાને પૂરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એકજ અધિકારી પાસે ચાર ખાતાના ચાર્જ રહેતા સમગ્ર મહાનગરપાલિકામાં અંધેર જોવા મળી રહ્યું છે!બિનઅનુભવી અધિકારીના કારણે અનેક જગ્યાએ ખાડાઓ, ઉભરાતી ગટરો નજરે પડી રહી છે ડ્રેનેજ વિભાગની આ બેદરકારીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે એ સવાલ ઉઠી રહ્યો છે.
એહવાલ :- આરીફ શેખ , નવસારી