નવસારી તીઘરા નવી વસાહતમાં 4 વર્ષથી ઉભરાતી ગટરોની સમસ્યા

લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા સાથે બીમારીઓમાં સપડાયા

નવસારી તીઘરા નવી વસાહત જીઓ ટાવર પાસે છેલ્લા 4 વર્ષથી ઉભરાતી ગટરોની સમસ્યાનો સામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ગટરો ફાટવાના કારણે બળતણ અને ગંદકીનો ભરતામણ થયો છે અનેક વખતે ઉભરાતી ગટરોને બનાવ્યા પછી માત્ર ગણતરીના દિવસો માંજ ફરીથી જેશે થી ની સ્થિતિ જોવા મળી રહી છે જેના પરિણામે અનેક લોકો બીમારીઓનો શિકાર બન્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ સમસ્યા સાથે સંબંધિત સ્વાસ્થ્ય બાબતોમાં વધારો થયો છે જેમ કે ડેંગ્યૂ, મલેરિયા અને અન્ય ચેપદાર બીમારીઓ, મચછરજન્ય રોગોમાં અત્યંત વધારો જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે જો આ સમસ્યાનું સમાધાન નહિં થાય, તો તેમની જીન્દગીમાં વધુ જોખમો વધી જશે.

સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ અને સરકારી તંત્રોને આ સમસ્યાના ઉકેલ માટે એકઠા થવા અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. લોકો સતર્કતા દર્શાવતા, ગટરોની સાફસફાઈ અને અન્ય આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપવાની માંગ કરી રહ્યા છે. સમજવા માટેની વાત એ છે કે, જો પ્રાધિકૃત તંત્રોએ આ સમસ્યાને ગંભીરતાથી ન લીધું તો આ સમસ્યા ભવિષ્યમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્થાનિક સમુદાય દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે જનચેતના અને સહયોગની જરૂર છે. લોકોએ એકઠા થઈને આ સમસ્યાને ઉકેલવા માટે એક થઈને આગળ આવવાની અને સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ માટે અવશ્ય પ્રયત્નો કરવા માટે અવલંબન કરવું પડશે. સાથે નવસારી મહાનગરપાલિકા બનતા ની સાથેજ લોકોમાં એક અલગ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો છે અનેક લોકો નવી આશા સાથે મહાનગરપાલિકામાં અટવાયેલા કામો થશે એની રાહ જોઈ રહ્યા છે

અહેવાલ: આરીફ શેખ (નવસારી)