નવસારી: ધારાસભ્ય ચૈતર વસાવા પ્રકરણમાં કલેકટરશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર રજૂ.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા આરોપોમાં ફસાવી જેલમાં ધકેલાતા સમગ્ર રાજ્યમાં વિરોધનો લહેર જાગી છે. તેની સાથે હવે નવસારી જિલ્લાની આમ આદમી પાર્ટીએ પણ કડક વલણ ધરાવતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી દીધું છે.

નવસારી કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા પાર્ટી કાર્યકરો અને જિલ્લા પ્રમુખે ચૈતર વસાવા ઉપર થયેલી એકતરફી અને ખોટી કાર્યવાહીને ભાજપ સરકારની તાનાશાહી ગણાવી. રજૂઆતમાં જણાવાયું કે—

➤ દેડીયાપાડા ખાતે યોજાયેલી બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ગેરવર્તન કર્યું હતું.
➤ અધિકૃત ફરિયાદ નોંધાવા જતાં પોલીસએ ચૈતર વસાવાને જ આરોપી બનાવી દીધા અને તેમની ફરિયાદ અંજામે પહોચી નહીં.
➤ ભાજપ સરકારએ રાજકીય કિનખોરીના કારણે ચૈતર વસાવા સામે અત્યારસુધી ૧૩ ખોટા કેસ દાખલ કર્યા છે, જેમાંથી ૧૨ કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે.

આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાની છબી ખરાબ કરવાની રાજકીય ષડયંત્રની મજબૂત દલીલ આપી, અને માંગ કરી છે કે…
🔹 ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય.
🔹 દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
🔹 ચૈતર વસાવાની અસલ ફરિયાદની યોગ્ય તપાસ થાય અને રાજકીય પક્ષપાત વગર ન્યાય મળે.

આ અવસર પર પક્ષના અનેક આગેવાનો, યુથ આગેવાનો અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નવસારી ન્યુઝ ડેસ્ક