હાલમાં નવસારીના પ્રજાપતિ આશ્રમ પાસે વરસાદી ગટર નાખવાના કામમાં કોન્ટ્રાક્ટર અને વોટરવર્ક વિભાગના અધિકારીઓની મિલીભગત જેવા આરોપો સ્થાનિક નાગરિકો લગાવી રહ્યાં છે?? જેમાં સ્થળ ઉપર થી ખોદેલી માટી વેચી દેવાની આશંકા! જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે? સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર ખોદકામ દરમિયાન મોટા પ્રમાણમાં નીકળેલી માટીને યોગ્ય રીતે NMC ની જગ્યાએ રાખવામાં આવી નથી! અને તેને ખાનગીમાં વેચી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે? જેના પાછળ નું મુખ્ય કારણ એક જાગૃત નાગરિકે આ અંગે તપાસ કરતા સ્થળ પર માત્ર એક, બે જ ગાડી માટી જોવા મળી હતી? સ્થળ ઉપર હાજર કોન્ટ્રાકટર અને પાલિકાના સુપરવાઈઝરને પૂછતા એમણે બધી માટી દશેરા ટેકરી પ્રસંગ પાર્ટી પ્લોટ ની સામે CR પાટિલ સંકુલ ની પાછળના ભાગે એક ખુલ્લી જગ્યાએ નાખી છે? પરતું ત્યાં સ્થળ ઉપર જે માટી નાખવામાં આવી છે! એ માટીમાં રસ્તાનો તૂટેલો ડામર અને તાજી ખોદેલી માટી માત્ર એક,બે ગાડી દેખાય હતી! અને બાકીની બધી ઘણા સમયના જૂના બ્લોક, છારૂ, ઇંટોના રોડા નજરે આવી રહ્યા છે?
જેના કારણે ભ્રષ્ટાચારની શંકા વધુ મજબૂત બની છે? આ અંગે સ્થાનિક લોકોએ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે! અને વોટર વર્ક્સ ના અધિકારી રાજેશ ભાઈ ગાંધી જે ખાતાના અધિકારીની તપાસની માંગ કરી છે! જેથી સત્ય બહાર આવે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થઈ શકે! હવે જોવું એ રહ્યું ઉપરી અધિકારીઓ રાજેશ ગાંધી અને કોન્ટ્રાકટરની મિલી ભગત ઉપર કાર્યવાહી કરશે?? આ સ્થળ ઉપર થી ખોદેલી માટીમાં માત્ર રસ્તાનો ડામર અને માટી નીકળી હતી જ્યારે ખોદેલી માટી નાખવામાં આવેલ સ્થળ ઉપર બ્લૉક , ઈંટોના રોડા, મિક્સ છારૂ ક્યાંથી આવ્યું એ તપાસ નો વિષય બન્યો છે?? સ્થળ ઉપર થી ખોદેલી કેટલી માટીની ગાડીઓ ક્યાં ગઈ?? આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે!
અહેવાલ આરીફ શેખ, નવસારી