નવસારી મહાનગરપાલિકાએ તારીખ 19.3.25 ના રોજ અંદાજિત 20 જેટલા ઢોરોને પકડીને પાંજરાપોળ મોકલવાની બદલે ઉપરા અધિકારીઓ દ્વારા બીજા અધિકારીને જણાવીને કહ્યું હતું કે ઢોરોને ડાંભર ગામ પાસે છોડી દેવાના છે! રાતના અંધારોને લાભ લઇ એક વાહન છોડીને ચાલી ગઈ હતી જ્યારે બીજી ગાડીમાં ઢોરોને છોડતા ગામજનોએ ઢોર છોડવા આવેલ કર્મચારીઓને ઢોર માર માર્યો હતો. આ બનાવ બનતા નીચલા અધિકારી અમીનભાઈ એ ઉપલા અધિકારી શશીભાઈને ફોન કર્યો હતો પરંતુ ઉપલા અધિકારીએ ફોન ઉઠાવ્યો ન હતો જેના કારણે દબાણ ખાતાના અમિનભાઈ શેખ, જીતુભાઈ પટેલ, અલ્પેશભાઈ કાપડિયા ને ગામજનોએ માર માર્યો હતો. આ તમામ અધિકારીની વાતોનું ઓડિયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કઈ રીતે ક્યાં જવું ક્યાં ઢોરોને છોડી દેવા સુધી ની વાતો થઈ હતી જે પ્રમાણે કોર્પોરેશનના ઉપલા અધિકારીએ નીચલા અધિકારીને સ્પષ્ટ રીતે રસ્તાની જાણ કરી અને રસ્તામાં ઢોરો છોડવાની પણ જાણ કરી અને ક્યાં ઉતારવાના છે ક્યાં ઢોરોને છોડી દેવાના છે એની પણ જાણ કરવામાં આવી હતી,
પરંતુ માર મરાયા પછી અધિકારીએ દબાણવંશ થઈને પોતાનું સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું હતું અને ઉપજાઓ વાતો બનાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમો ગણદેવી ગૌશાળામાં ઢોર છોડવા જવા જતા હતા પરંતુ રસ્તો ભટકી જવાથી એ ઢોરોનું વાહન ડાંભર પહોંચી ગયા હતું અને ગામજનોએ ઢોર છોડવા આવેલા સમજીને એમને માર માર્યો હતો એવું ઉપજાવ સ્ટેટમેન્ટ આપ્યું હતું હવે જોવું એ રહ્યું પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે?? લોકોએ વાયરલ ઓડિયો સાંભળીને અનેક પ્રશ્નોના ઉદભવ્યા હતા.. જેવા કે ગૌશાળા દિવસે ચાલુ હોય છે આટલી મોડી રાત્રે લઈ જવા પાછળનું કારણ શું??. ગણદેવીનો રસ્તો જગ જાહેર છે તો પછી એ ડાંભર કેવી રીતે પહોંચી ગયા?? અનેક તર્ક વિતર્કો વાતો ઊભી થઈ છે હવે પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે?? પોલીસ હવે કોના પડખે ઊભી રહેશે?? ડાંભર ગામજનોએ જે કર્યું છે એ યોગ્ય છે? આ અધિકારીઓ કોના દબાણ વંશ થઈને પોતાનું સ્ટેટમેન્ટ બદલી રહ્યા છે! હવે જોવું રહ્યું લોકો સત્ય જાણે જ છે અને સત્ય પર કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે!!
👉 અહેવાલ: આરીફ શેખ, નવસાર