નવસારી જિલ્લામાં પ્લાસ્ટિકની ઠેલીઓનો ઉપયોગ અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્લાસ્ટિકનું પ્રયોગ અને તેનું વ્યાપક ઉપયોગ પર્યાવરણીય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે તંત્રે હાલમાં જ પ્લાસ્ટિકની ઠેલીઓ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે દંડની રકમ પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયાની વચ્ચે હતી આશરે 20 જેટલી દુકાનો માંથી પ્લાસ્ટિક ની થેલીઓ મળી આવી હતી જેમાં તા.01.01.25 થી 08.01.25 સુધી રૂ. 106500/ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં મહાનગરપાલિકાની ટીમે વિવિધ બજારોમાં રેઇડ કરી અને જ્યાં જ્યાં પ્લાસ્ટિકની ઠેલીઓ મળી આવી ત્યાં વેપારીઓને દંડ ફટકાર્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને નિયંત્રણમાં રાખવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ આભ્યાસી અભિયાનનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા કરવી છે નાગરીકોએ આ પગલાંઓનું સ્વાગત કર્યું હતું પરંતુ કેટલાક વેપારીઓએ કહ્યું છે કે પ્લાસ્ટિકના વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા જણાવ્યું છે કે લોકોનું સહયોગ અને જાગૃતિ આ અભિયાનની સફળતા માટે મહત્વપૂર્ણ છે. આ પગલાંઓથી નવસારીને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ બનશે જેમાં સ્થાનિક તંત્ર અને નાગરિકો વચ્ચેની સહયોગી કામગીરી જરૂરી છે
અહેવાલ: આરીફ શેખ (નવસારી)