નવસારી મહાનગરપાલિકામાં કમિશનરના આગમન અગાઉ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો

નવસારી મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવ ચૌધરી નિમવામાં આવ્યા છે પરંતુ તેઓ ચાર્જ સંભાળે ત્યાં સુધી નવસારી જિલ્લા કલેકટર શિપ્રા આગરે ને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે.

નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)