વર્ષ ૨૦૨૫ નાં પહેલો જ દિવસ એટલે કે ૧ લી જાન્યુઆરી નવસારી નાં ઈતિહાસ માં સુવર્ણ દિવસ તરીકે સ્થાપિત થઈ ગયો છે વર્ષોથી ચાલતી આવેલી ચર્ચાઓ અને શહેરીજનો ની આતુરતા નો અંત આવ્યો અને આખરે સત્તાવાર રીતે નવસારી નગરપાલિકા ને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી જાહેરાત થતાં જ શહેરમાં ચારેકોર ઉત્સવ નો માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર મહાનગરપાલિકા બનવાની ઉજવણી કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે નવસારી વિજલપોર નગરપાલિકા નાં પટાંગણમાં પણ ઉજવણી કરી સરકારશ્રી નાં નિર્ણય ને વધાવી લેવામાં આવ્યો હતો નવસારી વિજલપોર નગરપાલિકા નાં પટાંગણમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શહેર પ્રમુખ વિજયભાઈ ભટ્ટ પ્રદેશ મંત્રી શીતલબેન સોની પાલિકા પ્રમુખ મિનલ બેન દેસાઈ માજી પાલિકા પ્રમુખ અને સુધરાઇ સભ્ય જીગીશભાઈ શાહ સહિતના પાલિકા તંત્ર નાં શાસકો અને અધિકારીઓ એ એકબીજા ને મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરી હતી અને નવસારી નગરપાલિકા ને મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યો તે બદલ એકબીજા ને અભિનંદન પાઠવી શહેર નાં વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી
અહેવાલ: આરીફ શેખ (નવસારી)