નવસારી મહાનગરપાલિકા શ્રેષ્ઠતા તરફ એક પગલું.. જાહેર રસ્તા ઉપર કચરાના ઢગલાને સાફસફાઇ કરી દીવાલોને કલર..

નવસારી: નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના વિકાસ માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે. નવસારીની મુખ્ય સડકો પર કચરાના ઠગલાને સાફસફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવી રહી છે. વિશેષ કરીને શહેરના માર્ગો પર કચરો એકત્રિત થવાથી ન માત્ર દ્રષ્ટિમાં બગાડ આવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું કરે છે. આ કારણે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે નવસારીમાં સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલાં નવિનતમ સૂચના મુજબ નવસારી રસ્તા પર કચરાની સમસ્યાને નિકાલ કરવા માટે તેમજ શહેરના દેખાવને સુધારવા માટે વિશેષ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત નવસારીના રસ્તા પર કચરાના ઠગલાને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવી રહ્યું છે. વોટર વર્કસ ની સામે કચરાના ઠગલાને સંપૂર્ણ સાફસફાઇ કરવી દીવાલોને કલર કરી સુશોભિત કરવામાં આવી રહી છે


હાલમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા કચરો ઉઠાવવાના નૂતન ઉપાય અપનાવવામાં આવ્યા છે જેના પરિણામે શહેરને વધુ સ્વચ્છ અને શાંતિપૂર્ણ બનાવવામાં મદદ મળશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની દિવાલોને નવી રંગત આપવામાં આવી રહી છે. પેઇન્ટિંગનું આ કાર્ય નવસારીને વધુ આકર્ષક અને મોહક બનાવશે અને અહીંના નાગરિકોને ફક્ત શહેરી સુવિધાઓ જ નહીં પરંતુ સૌંદર્યના અનુભવ પણ મળશે. દિવાલોને પેઇન્ટિંગ કરવાથી શહેરના વિઝ્યુઅલ આકર્ષણમાં વધારો થશે.” આ કામગીરીથી નવસારીના નાગરિકોને ખૂબ જ લાભ થશે, અને સાથે સાથે આ ઉદ્દેશ્ય સાથે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે આ પ્રોજેક્ટને લઈને તંત્ર દ્વારા જણાવ્યું, “અમે અમારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કામગીરીથી નાગરિકોનું જીવન સુખદ અને આરોગ્યદાયી બનશે.” નવસારીની આ પહેલ તેની કલ્પના અને વિકાસના નવા માળખા રચવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નાગરિકોનું સહયોગ અને યુવા પેઢીની ભળીકતાથી નવસારીને એક ઉદ્ગમ શહર બનાવવાનું મિશન આગળ વધારાશે.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)