આજ રોજ નવસારી મહાનગરપાલિકા ખાતે શહેરના વિકાસને અનુરૂપ નિર્ણયો લેવામાં આવે તે હેતુથી સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતા હેઠળ શહેરના બંને વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
નવસારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી આર.સી. પટેલએ બેઠકમાં હાજરી આપી હતી અને શહેરના હાલના વિકાસકામોનું મૂલ્યાંકન તથા આગામી મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે માહિતગાર થયા હતા.
બેઠક દરમિયાન નગરી વિકાસ, પાણી પુરવઠો, કચરો વ્યવસ્થાપન, ટ્રાફિક વ્યવસ્થાપન, રસ્તાઓના કામો, આરોગ્ય અને સ્વચ્છતા, આવાસ યોજના, આજીવિકા મિશન અને AMRUT યોજનાનાં અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
દોરાવવામાં આવ્યું કે શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગો વચ્ચે વધુ સુસંગતતા અને સમયસર કામગીરી જરૂરી છે. ધારાસભ્યશ્રીઓએ સૂચન આપ્યું કે નાગરિકોની જરૂરિયાતો અને સમસ્યાઓના આધારે પ્રાથમિકતા સાથે કામગીરી કરવી જોઈએ.
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવી કે, “આ બેઠક સંકલન માટેનું મજબૂત મંચ છે જ્યાંથી શહેરના વિકાસ માટે વ્યૂહાત્મક નક્કી કરવામાં આવે છે. તમામ વિભાગો વચ્ચે પારદર્શિતા અને જવાબદારી સાથે કાર્ય કરવાનું ઉદ્દેશ રાખવામાં આવ્યું છે.”
અંતે, ધન્યવાદ પ્રસ્તાવ સાથે બેઠકનો સમાપન કરવામાં આવ્યો. બેઠકમાં મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રમુખો અને ઉપસ્થિત માનનીયઓએ શહેરના સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયાસ કરવાના સંકલ્પ સાથે બેઠક પૂરી કરી હતી.
અહેવાલ: આરીફ શેખ