નવસારી માં મે.પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગ સુરતનાઓએ સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી નાઓને મેડીકલ ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબો શોધી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ ઈન્સ્પેકટર પી.એ.આર્ય એસ.ઓ.જી.નવસારી નાઓને સુચના આપેલ,
જે આધારે તેઓએ એસ.ઓ.જી.ટીમના અધિકારી/ કર્મચારીઓને પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.ઉપરોકત સુચના અન્વયે પો.સ.ઈ પી.વાય. ચિત્તે તથા સ્ટાફના પોલીસ માણસોએ ટીમો પાડી ખાનગી બાતમીદારો રોકી ચોક્કસ દિશામાં વર્ક આઉટમાં હતા,
તે દરમ્યાન તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ અ.હે.કો.ભક્તેશભાઈ નિવૃતીભાઈ તથા અ.હે.કો. મયૂરભાઈ રઘુભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે મોજે સાતેમ ગામ હનુમાન ફળીયા ” શિવ આયુર્વેદિક હોસ્પીટલ સાતેમ તા.જી.નવસારી ખાતે આવેલ હોસ્પીટલમાં આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટના આડમાં તેમની શૈક્ષણીક લાયકાત મુજબની પ્રકટીશ ન કરી હોસ્પીટલ ખાતે સારવાર માટે આવતા પેશન્ટોને એલોપેથીક દવાઓ આપે છે એવી જાણકારી મળી હતી,ઘટના સ્થળે પહોંચતા વધું માં જાણવા મળ્યું કે સદર ઈસમો હોસ્પીટલ ચલાવી હોસ્પીટલનું સંચાલન કરી પોતાની હોસ્પીટલનું ધારા ધોરણ મુજબ ગુજરાત મેડીકલ કાઉન્સિલનુ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હતું, ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં આરોપી નટવરગીરી રેવાગીરી ગોસ્વામી ઉ.વ.૪૬ રહે. સાતેમ ગામ જૈન દેરાસર ફળીયું તા. જી.નવસારી મૂળ રહે. સોનપરા ગામ તા.ઉના જી. જુનાગઢ નાને ઝડપી પાડી તેની હોસ્પીટલમાંથી અલગ અલગ દવાઓ તથા ડોકટરી પ્રેકટીસ કરવા માટેની સાધન સામગ્રી મળી કુલ્લે કી.રૂ ૨,૬૯,૭૧૯/-નો મુદામાલ કબ્જે કરી નવસારી રૂરલ પો.સ્ટે. ખાતે બી.એન.એસ. કલમ ૧૨૫ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. જે ગુનાની તપાસ નવસારી રૂરલ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.
અહેવાલ :- આરીફ શેખ (નવસારી)