શુક્રવારે નવસારી રેલવે સ્ટેશન ફ્લાય ઓવરબ્રિજ પાસે આવેલી પ્રખ્યાત હઝરત સૈયદ સુલતાન શાહ બાવાનો વાર્ષિક ઉર્સ શરીફ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ ઉર્સમાં હજારો ભક્તોએ ભાગ લીધો અને દરગાહમાં મુલાકાત લીધી આ ઉજવણીમાં ધાર્મિક કાર્યક્રમો કુરાન શરીફ ની તિલાવતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉર્સ શરીફ દરમિયાન શાંતિ અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ દરગાહમાં મીઠાઈઓ અને ફૂલો ચઢાવીને દુઆઓ કરી હતી. મહાનગરપાલિકા, પોલીસ તંત્ર દ્વારા આવનારા ભક્તો માટે સેવાઓ આપવામાં આવી હતી જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉર્સ શરીફમાં સાંજે આમ દાવત કરવામાં આવી હતી જેમાં હજારો ભકતોને ન્યાઝ ખવડાવવામાં આવી હતી આ ઉર્સ શરીફની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થતાં ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ દરગાહ ના કાર્યકર્તા અલીભાઇ એ તમામ આવનારાં ભક્તો મહાનગર પાલિકા, પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો..
અહેવાલ: આરીફ શેખ (નવસારી)