નવસારી: નવસારી સ્થિત દારુલ ઉલુમ અનવારે રઝા ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ: ૧૦ ફેબ્રુઆરી,૨૦૨૫ને સોમવારના રોજ આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં વિદ્યાર્થી તેમજ વાલી મિત્રો દ્વારા વિવિધ પ્રકારની ફૂડ આઈટમ રાખવામાં આવી હતી. જેમાં આવનારા અનેક વાલી, મિત્રોએ અનેક અવનવી સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માન્યો હતો નવસારી જિલ્લામાં રોયલ સ્કૂલ તરફથી આ પહેલો વિધાર્થીઓ તરફથી ફૂડ ઝોન ના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા જેમાં વિધાર્થીઓ, વાલીઓએ અનેક પ્રકારની વાનગીઓ બનાવી ને સૌને આશ્રયચકિત કરી દીધા હતા સાથે આ કાર્યક્રમમાં ગેમઝોન, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, સેલ્ફી સ્ટેન્ડ, બુક સ્ટોલ, મેહંદી સ્ટોલ, તેમજ નાના બાળકો માટે જમ્પિંગ રમત પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આસિસ્ટન્ટ જિલ્લા શિક્ષણ અધિકારી રોહનભાઈ ટંડેલ, તેમજ સી.આર.સી કોર્ડીનેટર ચંદુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી તેમજ વાલીમિત્રો તરફથી શાળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય શ્રીમતિ નાહિદ આસીફ હિગોરા, શાળાના વ્યવસ્થાપક શ્રીમાન મેરાજ શાહ, આર્કિટેક આસિફ હિંગોરા તેમજ શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના સહિયારા પ્રયાસથી ખૂબ જ ઉત્સાહભેર અને શાંતીપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)