નવસારી-વિજલપોરમાં સૈનિકના હસ્તે જાહેર ધ્વજવંદન થશે.

76 માં ગણતંત્ર દિવસ નિમિત્તે જાગૃત પ્રજા મંચ દ્વારા ભારતીય સૈનિકના હાથે ત્રિરંગો ધ્વજ લહેરાવના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં વિવિધ ભાષા, જાતિ, વિવિધ ધર્મ, વિવિધ રીતરિવાજો, વિવિધ ભાષાના લોકો એક ભારતીય બની દેશની ગૌરવ કરતા ત્રિરંગાને સલામી એકસાથે વંદન કરશે…તારીખ 26-01-2025 રવિવારે સવારના 9-30 કલાકે
સ્થળઃ વિજલપોર પોલીસ ચોકી, વિઠ્ઠલ મંદિર પાસે, વિજલપોર – નવસારી માં આયોજન કરવામાં આવેલ છે. 76 માં ગણતંત્ર દિવસ પર ભારતીય સૈનિકના હાથે ત્રિરંગો લહેરાવવામાં આવશે.

આ અવસરે તમામ દેશવાસીઓને 76 માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું અને ક્રાંતિકારીઓ, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને દેશભક્તિનો દીપ પ્રગટાવીને અને તેમના અધૂરા સપનાને સાકાર કરવાનો સંકલ્પ લઈને દેશની સેવા ના કાર્યમાં સહભાગી થવા માટે આપને હાર્દિક આમંત્રણ આપું છું.

આ પ્રસંગે નવસારી-વિજલપોર માંથી વડીલો, સેવાભાવી લોકો, ક્રાંતિકારીઓ, યુવાનો, મહિલાઓ, શ્રમિકો, વેપારીઓ, ડ્રાઇવરો, વિદ્યાર્થીઓ, મીડિયા કર્મીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને તિરંગાને સલામી આપશે, તમે પણ અવશ્ય પધારો. રાવસાહેબ ભીમરાવ પાટીલ (બંધુ) સંયોજક : જાગૃત પ્રજા મંચ

અહેવાલ: આરીફ શેખ (નવસારી)