નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આથી શહેરના નાગરિકો તથા ધંધાર્થીઓને ને જણાવવાનું કે તા.૧ જાન્યુઆરી ૨૦૨૫ (બુધવાર) થી ૧૨૦ માઇક્રોન થી ઓછી જાડાઈ વાળી પ્લાસ્ટિક બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવનાર છે સદર પ્રતિબંધ નો ઉલંઘન કરી જો કોઈ વ્યક્તિ,ઈસમો ઉપરોક્ત પ્લાસ્ટિક વપરાશ,ઉપયોગ કે વેચાણ કરતા માલુમ પડશે તો નગરપાલિકા દ્વારા દંડ / વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.
- ૧૨૦ માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળું પ્લાસ્ટિક વપરાશ વેચાણ કરતા ઈસમો પાસે લેવામાં આવનાર દંડ વિગતો નીચે મુજબ છે.
- હોલસેલ વેપારીઓ પ્લાસ્ટિક વિક્રેતા અથવા વેપારીઓ – ૨૫૦૦૦ થી ૫૦૦૦૦ દંડ. લારી, ગલ્લા, દુકાનો, શાકભાજી માર્કેટમાં વેચાણ માલુમ પડે to – ૫૦૦૦ થી ૧૦૦૦૦ દંડ હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો – ૧૦૦૦૦ થી ૨૫૦૦૦ સુધી દંડ નગરપાલિકા દ્વારા તમામ શહેરીજનો ને નમ્ર અરજ છે કે તેઓ જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ખરીદી કરવા જાય ત્યારે કાપડની થેલી નો ઉપયોગ કરવો અને દુકાનદાર પાસે પ્લાસ્ટિક થેલીનો આગ્રહ ન રાખવો અને આપ સૌના સાથ સહકાર થકી નવસારી શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત બનાવીએ.
‘સ્વચ્છ નવસારી જવાબદારી અમારી’
અહેવાલ: આરીફ શેખ (નવસારી)