
અહેવાલ :- આરીફ શેખ ,નવસારી
નવસારીના વોર્ડ નં. 4 ખાતે આવેલા કરિશ્મા ગાર્ડન પાસે ગટર બ્લોકેજની ગંભીર સમસ્યા સામે આવી છે. ગટર લાઇન જામ થવાથી વિસ્તારમા ગંદું પાણી રસ્તા પર વહેતાં નદી જેવું દ્રશ્ય સર્જાયું હતું. જેના કારણે વિસ્તારવાસીઓને જમવાનું, ચાલવું તો દુર્ઘટના સમાન બની ગયું છે.
સ્થાનિક રહેવાસીઓએ માહિતી આપી હતી કે છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન મરામત ન થતા હવે પુરતું જમ થઈ ગયું છે અને ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો માટે અતિ જોખમભર્યું વાતાવરણ ઉભું થયું છે.
સ્થાનિકોની માંગ:
- તાત્કાલિક ગટર લાઇનની સફાઈ કરવામાં આવે
- દુરગંધ દૂર કરવા દવા છાંટવાની વ્યવસ્થા કરવામાં આવે
- સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા યોગ્ય માળખાકીય કામગીરી કરાઈ
સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે.